શાળા જીવનની શરૂઆતથી જ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ રુચિ ધરાવતા જયેશ કારિયા ‘જયકાર' ને બાળપણથી જ માતૃપક્ષ અને પિતૃપક્ષ તરફથી આધ્યાત્મિકતાની રુચિ વારસામાં મળી છે. સાથે સાથે માતૃપક્ષ તરફથી વારસામાં મળેલ વાંચનના શોખ થકી સાહિત્ય અને માતૃભાષા પ્રત્યે પણ વિશેષ લગાવ હોવાથી, કલ્યાણ પરિસરના માતબર ગુજરાતી સાપ્તાહિક, ‘કલ્યાણ પ્રજારાજ', સુરતના ‘લોહાણા સંદેશ' અને શતાબ્દી વર્ષ પૂર્ણ કરનાર જૂનામાં જૂના લોકપ્રિય જ્ઞાતિપત્ર ‘લોહાણા હિતેચ્છુ' માં તેમની કોલમો નિયમિત પ્રગટ થાય છે. તેમના પ્રકાશનો (૧) વિનોબાજીનાં ગીતા પ્રવચનોનું જ્ઞાનામૃત (2) ભારત વર્ષનો મહાસંગ્રામ મહાભારત (3) લબ્ધ પ્રતિષ્ઠિત કવિ સુરેશ દલાલ પ્રેરિત ‘મારી પ્રભુ પ્રાર્થનાઓ' ભીંત-પત્રનું સંકલન (4) વિદુરનીતિ (5) મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અવતાર